jigar pandya
click on image

હું તું અને આપણે બન્ને 
શું વાત કરું જયારે મળીએ ત્રણેય 
થોડો અહમ થોડો પ્રેમ 
બાકી બચતી લાગણી બંનેમાં સેમ .

મારી હા તારી ના , તારી હા મારી ના 
બાકી થાતું બધું એડજસ્ટમેન્ટ અપણામાં 
તારી પૂજા ને મારી ઓફીસ  જવાની ઝટપટ 
બાકી થતી અપની આંખો અને ઈશારામાં રમટ।

મારો ગુસ્સો ને તારી હડતાલ 
એમાં લગતી ઉપવાસોની વણજાર 
મારી ભૂલો ને તારા ગોટાળા 
એમાંથી નીકળતા હાસ્ય ના ફુવારા 
 ચિંતા તારી કે હોય દુ:ખ મારું
ભુજા પર ઢળતું એકબીજાનું માથું  
મારો પુરષાર્થ ને તારી મમતા 
કુટુંબ નો આધારસ્તંભ બંને રચતા ....

હું તું અને આપણે બન્ને 
શું વાત કરું જયારે મળીએ ત્રણેય 

:- જીગર અશોક પંડ્યા 
jigar pandya